Terms and Condition

સંસ્થાએ નક્કી કરેલા નિયમો જે દરેક કર્મચારીને ફરજીયાત પાળવાના રેહશે.

  1.  ઓફિસ ટાઇમ સવારે 9:૦૦ થી સાંજે 7:૦૦ સુધીનો રેહશે. ઓફીસ આવતા પોતાની હાજરી સવારે 9:૦૦ વાગ્યે અચૂક હાજરી પત્રકમાં ભરી દેવી. 9:15 પછી હાજરી પુરાશે તો અડધા દિવસની સેલેરી કાપવામાં આવશે. લેત આવનારને પેનલ્ટી લાગશે.
  2.  લંચટાઇમ 2:૩૦ થી ૩:૦૦ સુધીનો રેહશે જેમાં કામના ભારણ મુજબ ફેરફાર થઇ શકશે. લંચ બ્રેકમાં વારાફરતી સ્ટાફે જવાનું રેહશે. જેથી કામમાં નવા કસ્ટમરને ખલેલ ન પોહ્ચે. લંચ સમય કોઈ પણ સંજોગોમાં ૩૦ મિનીટ થી વધારી શકાશે નહી.
  3. જોબ સમયમાં કોઈ પણ પર્સનલ કામ કરવા નહી. ફેસબુક, ટ્વીતર, ટીકટોક કે કામ સિવાયના મેસેજ કે ફોન કરવા નહી, જો કરતા પકડાસો તો તે દિવસની સેલેરી કાપવામાં આવશે.
  4. પર્સનલ ફોન કે એકાઉન્ટનો ઉપયોગ કરવો નહી.
  5. ચાલુ જોબ પર સગા સંબંધી કે મિત્રો સાથે ફોન પર વાતો કરવી નહી. જો કોઈ ઈમરજન્સી હોઈ તો મેનેજર શ્રી ની પરવાનગી લઇ લેવી.
  6. કોઈ પણ કામ સંસ્થાના મેનેજર કે મેનેજીંગ ડીરેકટરની પરવાનગી વગર કોઈના કેહવાથી કરવું નહી.
  7. ઓફીસ, ઓફીસ ટેબલ, કમ્પ્યુટર, તથા કામકાજના દરેક સાધનોની સફાઈ કરીને જ કામ ચાલુ કરવું અને જતી વખતે વ્યવસ્થિત સફાઈ કરીને જવું.
  8. કઈ પણ કામ ન સમજાય તો ઓફિસે પોહ્ચીને અથવા ઓફિસેથી ઘરે જતા સમયે મેનેજર શ્રીને મળીને સમજી લેવું ચાલુ કામે કોઈને ખલેલ પોહચાડવી નહી.
  9. હિસાબમાં ભૂલ આવે કે ખોટું કામ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી કર્મચારીની છે. તેથી થયેલ નુકસાનીનું વળતર તરત જ ભરપાઈ કરી દેવાનું રહેશે.
  10. કોઈ પણ કામ પેન્ડીંગ રાખવું નહી, અથવા પેન્ડીંગ કામ પૂર્ણ કરવાની જવાબદારી કર્મચારીની છે. રોજનું કામ રોજ પૂરું કરી હિસાબ મેળવી લેવો જો કોઈ ભૂલ આવે તો તેની ભરપાઈ તે જ દિવશે કરીને હિસાબ સરભર કરીને જ ઘરે જવાનુ રેહશે.
  11. આવતી કાલના કામનું એડવાન્સમાં આયોજન કરી લેવું તરસ લાગે ત્યારે કુવો ખોદવા ન જવાય. રોજે રોજનું તમારું વર્ક રોજેરોજ પૂરું કરીને જવાનું રહેશે.
  12. કસ્ટમરને વેઈટીંગ કરાવવું નહી ચાલુ કામમાં પણ જો કસ્ટમર હોઈ તો પેહલા કસ્ટમરનું કામ પૂરું કરી આપવું.
  13. કોઈપણ કામનું અપ્રુવલ મેઈલથી લેવું જેથી રેકોર્ડ રહે.
  14. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતી વખતે સહી લેવી અને સહી કરવી ફરજીયાત છે. જેથી રેકોર્ડ રહે નહીતર કોઈપણ ભૂલની ભરપાઈ તે જ દિવસે કરવાની રહશે.
  15. પેન્ડીંગ કામ પૂરું કરવા માટે કે કોઈપણ ભૂલ થાય તો તે સુધારવા માટે જે વધારાના સમયમાં કામ પૂરું કરવાનું રેહશે (ઓફિસ સમય બાદ) જેના માટેકોઈપણ પ્રકારનું ઓવર ટાઈમ કે વધારાનું મહેનતાણું ચુકવવામાં આવશે નહી.
  16. પેન્ડીંગ કામનો રેકોર્ડ વર્કિંગ ફાઈલમાં રાખવો.
  17. કસ્ટમરના કોઈપણ પ્રકારના ચાર્જ બાકી હોઈ તો બાકીમાં કામ કરવું નહી અને કોઈપણ પ્રકારની ભૂલ થઇ હોઈ તો સમયસર જાણ કરવી.
  18. રેગ્યુલર કસ્ટમરના કામ નિયત સમયમાં પૂરા કરવા અને તેને સારી સર્વિસ આપવી જો આ પ્રકારના કામ સમય પર પૂરા ન થાય તો તેમને લગતા વધારાના ચાર્જીસની જવાબદારી જે તે કર્મચારીની રેહશે. જે તે જ દિવસે કર્મચારી કેશમાં ભરવાની રેહશે.
  19. કોઈપણ સ્ટાફ, કસ્ટમર, મેનેજરને ખોટી માહિતી આપવી નહી, જો માહિતી ન હોઈ તો મેળવી લેવી.
  20. કર્મચારીને સોપેલ કામની જવાબદારી સંપૂર્ણ પણે તેની જ રહશે, તે સિવાયના કામો માટે તેની ઓથોરીટી નથી તેથી બીજા કર્મચારીના કામો કરવા નહી. અને જે કામની જવાબદારી કર્મચારીની નથી તેવા કામ જે તે કર્મચારીને સુપરત કરવા, મેસેજ આપવા અથવા કોઈપણ રીતે કસ્ટમરને જે તે કર્મચારીને ફોરવર્ડ કરવા જેથી ખોટું કામ ન થાય અને કસ્ટમર હેરાન ન થાય.
  21. સંસ્થાએ આપેલ ફોન, કમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, સ્ટેશનરી, યુનિફોર્મ, આઈકાર્ડની સંપૂર્ણ જવાબદારી જે તે કર્મચારીની છે. જો કોઈપણ વસ્તુ ખરાબ   થાય બગડી જાય ખોવાય જાય તો પોતાના ખર્ચે તે રીપેર કરાવાની રેહશે અથવા રીપેર ન થાય તો નવી લાવવી. બીજાની સામગ્રીનો ઉપયોગ કરવો નહી, અને બીજાને આ વસ્તુઓ આપવી નહી. જો તેમ કરવામાં ચૂક થશે તો તે જ કર્મચારીએ તે નુકશાનની ભરપાઈ તરત જ કરવાની રેહશે.
  22. ઓફીસવર્કમાં ઉપયોગી વોટ્સએપ, હેંગઆઉટ, મેઈલ તથા ઓફીસવર્ક માટે અપાયેલ ફોન કોઈપણ સંજોગોમાં બંધ રેહવા જોઈએ નહી. કોઈપણ  મેસેજનો તરત જ રિપ્લાય આપવાનો રેહશે. પર્સનલ ફોનનો ઉપયોગ કરવો નહી. નહીતર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
  23. દરેક કર્મચારીના કામનું ઓડીટ મહિનામાં એકવાર ફરજીયાત પણે કરવામાં આવશે જેથી અપાયેલ કામ ડેયલી વર્કિંગ ફાઈલમાં નોધવું અને  સંતોષકારક જવાબ આપવાના રેહશે. સંતોષકારક કામ ન જણાય તો જે તે કર્મચારીને કોઈપણ નોટીસ વગર તત્કાલ અસરથી રજા આપી દેવામાં  આવશે.
  24. સૌ પ્રથમ પોતાના કામની જગ્યાની સફાઈ કરીને જકામ ચાલુ કરવું.
  25. કર્મચારીએ પોતાનો પર્સનલ ફોન ખાનામાં મૂકી દેવો ઓફીસનો જ ફોનનો ઉપયોગ કરવો.
  26. કામના સમય દરમ્યાન સહકર્મચારી સાથે કે કસ્ટમર સાથે ફક્ત કામની જ વાતો કરવી કામ સિવાયની વાતો કરી સમય પસાર કરવો નહી. તમે c.c.t.v. પરિસરમાં કામ કરો છો એટલે તમારી વર્તણુક રેકોર્ડ થાય જે સમયે સમયે ચેક કરવામાં આવશે.
  27. (ફરજીયાત) સંસ્થાનો યુનિફોર્મ અને આઈકાર્ડ પેહરીને જ આવવાનું રેહશે. યુનિફોર્મ સ્વચ્છ, ઈસ્ત્રી કરેલ હોવા જોઈએ, સ્વચ્છ સુધડ અને સારી  પર્સનાલીટીમાં જ ઓફિસે આવવનું રેહશે.
  28. લઘરવઘર અને સ્વચ્છતા વગર આવનાર કર્મચારી પર શિક્ષાત્મક કાર્યવાહી થશે.
  29. ફરજીયાત આરટીઓના નિયમનું પાલન કરવું. ગાડી વ્યવસ્થિત પાર્કિંગમા પાર્ક કરવી.
  30. કોઈપણ સ્ટાફ કે કસ્ટમર સાથે ઉદ્વત વર્તન કરવું નહી. સૌજન્ય પૂર્ણ અને હસતે ચેહરે જવાબ આપવો. થેંકિયું / વેલકમ કહેવું.
  31. રજા પાડતા પેહેલા ૩ દિવસ અગાઉ જાણ કરવીને રજાની મંજૂરી મેળવવી. રજાના દિવસનો પગાર કપાઈ જશે.
  32. જે તે જાહેર રજાના આગળના કે પાછળના દિવશે રજા પાડવામાં આવશે તો તે જાહેર રજાનો પણ પગાર કપાઈ જશે.
  33. કામ વધુ હોઈ તો ઓફીસ ટાઇમ સિવાય પણ કામ કરવાનું રેહશે જેનું વધારાનું મેહાણતાણું મળશે નહી.
  34. મહિનો પૂરો થયાના બીજા દરમહિનાની 10 થી 15 તારીખે પગાર કેશ/ ચેક / બેંકમાં ક્રેડીટ કરીને કરવામાં આવશે. ચાલુ મહિનામાં ઉપાડ મળશે  નહી.
  35. જેની સેલેરી દસ હજારથી ઉપર છે તેની સેલેરીમાંથી 10% રકમ દર મહીને જમા રેહશે જેનું વ્યાજ મળશે.
  36. આ 10% રકમ કર્મચારી રાહત ફંડમાં જમા રેહશે જેમાં વ્યાજ જમા થશે કર્મચારી જયારે જોબ છોડશે અને તેનું આચરણ સંસ્થાના નિયમ મુજબનું હશે તો તેને વ્યાજ સહીત રકમ પરત આપવામાં આવશે.
  37. જો કર્મચારી 6 મહિના પેહલા જ જોબ છોડી દે તો આ રકમ પરત આપવામાં આવશે નહી.
  38. જોબ છોડતા પેહેલા એક મહિના પેહલા રિજાઇન લેટર આપવાનો રહેશે. પછી સંસ્થા જોઈને લેટર મોકલશે ત્યારે છોડવાનું રહેશે.
  39. એક મહિના પેહલા નોટીસ આપ્યા વગર અધવચેથી જોબ છોડી દેનાર કર્મચારીને જે તે મહિનાની સેલેરી અને 10% જમા રકમ અનુભવનું પ્રમાણપત્રકે કોઈપણ પ્રકારના જમા કરાવેલ પ્રમાણપત્ર પરત મળશે નહી.
  40. દરેક કર્મચારીએ જોઈનીંગ કરતા પેહલા પોતાના અસલ પ્રમાણપત્રો, એલ.સી, છેલા વર્ષની ઓરીજીનલ માર્કશીટ, બે પાસપોર્ટ સાઈઝના ફોટા,  આધારકાર્ડની કોપી, તથા માતાપિતાના આધારકાર્ડની કોપી તથા બેંક ખાતાના ત્રણ સહી કરેલા ચેક સંસ્થામાં જમા કરવાના રેહશે.
  41. ઉપરોક્ત બધા પ્રમાણપત્રો સંસ્થામાં જમા થાય એની ચકાસણી બાદ જ કર્મચારીનો આઈ-કાર્ડ ઇસયું કરવામાં આવશે.
  42. ઉપરોકત તમામ નિયમોમાં ફેરફાર કરવાનો, સુધારો વધારો કરવાનો સંપૂર્ણ અધિકાર સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર શ્રીનો રેહશે જે સંસ્થાના બધા કર્મચારી એ માન્ય રાખવાનો રેહશે.
  43. વગર કામના મેસેજ અંદરો અંદર કરવા નહીં, વગર કામની વાતો કરવી નહીં.
  44. ઓફિસથી તમને આપેલ વસ્તુજો ઓફિસના કામ માટે જ. બીજાને આપવાની થાય તો તેનું કામ પૂરું થઈ જાય એટલે તરત પરત લઈ લેવાની રહેશે.
  45. વર્ક માટે, કે ઓફિસ, કે ડેસ્ક જગ્યા માટેનું કોઈ પસંદગી નહી રાખવી, જે વર્ક જે ઓફિસ કે ડેસ્ક પર આપવામાં આવે અથવા કહેવામા આવે ત્યાં કરવાનું રહેશે.
  46. સિસ્ટમમાં ભૂલથી એંટરી લેવામાં ભૂલ થાય તો તે જ દિવસે સુધારવી જો બીજો દિવસ અથવા લેટ થશે તો એક કલાકનો સમય વધારે બેસવાનું રહેશે.
  47. કાર્ડમાથી કાઢવા માટે 9924894794, કાર્ડમાં ભરવા માટે 8140095095, લાઇટ બિલ અને રિટેલર માટે 8000191918, અને અર્બન માટે 8140096096/02612533633 આ નંબર રહેશે. ને આમાં ફોન આવિયો હોય ને નો ઉપડિયો હોય તો સામેથી ફોન કરવાનો રહેશે.
  48. બાકીનો કોઈપણ નંબર આપવો નહીં ને બીજા નંબર પરથી ઓટીપીકે આઇડી માંગવુ નહીં. આના શિવાય કોઈ ફોનમાંથી ફોન નહીં કરવો બેલેન્સ પણ નહીં પૂરવું.
  49. સિસ્ટમનો પૂરો ઉપયોગ કરવોને સિસ્ટમ પ્રમાણે વર્ક કરવું.
  50. ટોટલ રેકોર્ડ તમને આપેલ માસ્ટર ફાઇલમાં જ રાખવાના રહેશે. કોઈપણ કામ માટે અલગ કોઈ ફાઈલ બનાવવી નહીં.
  51. ઓફિસથી આપેલ મોબાઈલમાથી સિમકાર્ડ બહાર કાઢવું નહીં. ઓફિસનો મેઇલ આઇડી પોતાના પર્સનલ મોબાઈલમાં કે બીજે કોઈ પણ જગ્યા પરરાખવો કે ખોલવો નહીં.
  52. લંચ ટાઈમમાં લંચ વારા ફરતી કરવું એટલે કોય કસ્ટમરનું કામ અટકે નહીં.